Valley View Resort mahabaleshwarValley View Resort mahabaleshwar

logo valley view resort

વૅલી વ્યૂ રિસોર્ટ મહાબળેશ્વર

વૅલી વ્યૂ રોડ, બજારની નજીક, ૪૧૨૮૦૬. મહારાષ્ટ્ર, ભારત

ટેલિફોન : +૯૧-૦૨૧૬૮-૨૬૦૦૬૬. ફેક્સ : +૯૧-૦૨૧૬૮-૨૬૦૦૭૦


Send Enquiry
for Best offers
"Valley View Resort "
SATELLITE GOOGLE MAP"
subscribe newsletter mahabaleshwar
Tell a Friend about
Valley View

શ્રેષ્ઠ પ્રસ્તાવ માટે તમારી જાણકારી મેળવો .

સેટેલાઇટ ગુગલ મેપ
 
તમારા મિત્રને આ વિશે જણાવો .

રજિસ્ટર્ડ એન્ડ સેલ્સ ઑફિસ :

૩૨૫, જેમસ્ટાર ક્મર્શિયલ કોમ્પ્લેક્સ, કાંચપાડા, રામચંદ્ર લેન એક્સટેન્શન, ઑફ લિંક રોડ, મલાડ (વેસ્ટ), મુંબઈ - ૪૦૦ ૦૬૪ મહારાષ્ટ્ર, ભારત
ટેલિફોન : +૯૧-૨૨-૨૮૮૮ ૪૪૧૧ ફેક્સ : ૯૮૧૯૯૧૭૬૧૬ +૯૧-૨૨-૨૮૮૩ ૬૩૬૩

તમારું સ્વાગત છે -

VALLEY VIEW RESORT – MAHABALESHWAR

વાદળાઓના ઘરમાં ! વિહારીઓના સ્વર્ગમાં

Valley View Resort

વૅલી વ્યૂ રિસોર્ટ એક એવી જગ્યા, જ્યાંની પ્રભાવી સેવાઓ તમને સુખ, શાંતિ, આનંદ અને પ્રસન્નતા પ્રદાન કરે છે.
કેન્દ્રમાં સ્થિત, શ્રેષ્ઠ લીલીછમ ખીણના દૃષ્ય તમારા સુખ સગવડ, એશ આરામ અને શોખને તીવ્રતા પ્રદાન કરે છે.
અહીંયા, તમે અમારી અસાધારણ સેવાઓમાં સૌમ્ય લાગણીઓનો અનુભવ કરશો.
અમારી પાસે સુખદ આશ્ચર્યો છે, આવો ! અમને એ પ્રગટ કરવા દો.

નોંધ : કેટલાક રૂમમાં નવીનીકરણનું કામ હાથ ધરવામાં આવ્યું છે.

ડ્યૂપ્લેક્સ સ્વીટ્સ  

અમારા ડ્યૂપ્લેક્સ સ્વીટ્સ ન ફક્ત સુંદર રીતે સુશોભિત કરેલા છે પરંતુ સંપૂર્ણપણે આવશ્યક સુવિધાઓ સહિત સજ્જ છે. જેમ કે એર-કંડિશનર, ટેલિવિઝન અને ઉમદા રાચરચીલું.
તમે ખીણના સોહામણા દૃષ્યને અખંડિત રીતે તમારી પોતાની અગાસી પરથી જોઈ શકો છો અને સાટે સ્વચ્છ સ્ટીમ બાથ અને જેકુઝી એકાંતરે ડ્યૂપ્લેક્સ સ્વીટ્સમાં ઉપલબ્ધ છે...
જે જિંદગીને સ્વર્ગ બનાવે છે.

Duplex suites Valley View Resort mahabaleshwarDuplex suites Valley View Resort mahabaleshwar

સુપર ડિલક્સ એસી  
અમારા સુપર ડિલક્સ એસી યુક્ત રૂમ ન ફક્ત સુંદર રીતે સુશોભિત કરેલા છે પરંતુ સંપૂર્ણપણે આવશ્યક સુવિધાઓ સહિત સજ્જ છે જેમ કે એર-કંડિશનર, ટેલિવિઝન અને ઉમદા રાચરચીલું. તમે ખીણના સોહામણા દૃષ્યને અખંડિત રીતે તમારી પોતાની અગાસી પરથી જોઈ શકો છો

SUper deluxe roomsvalley facing rooms

ડિલક્સ રૂમ  

આ ડિલક્સ રૂમ પણ ખૂબ જ આકર્ષિત અને વૈભવી સુખસગવડ યુક્ત છે. આ એમની પોતાની આગવી શૈલી છે અને સંપૂર્ણપણે તમામ જરૂરી સુવિધાઓ સાથે સજ્જ છે જેથી અદ્ભુત દેન અનુભવાય છે અને સુખાકારીનો અનુભવ થાય છે.

Deluxe roomsdeluxe rooms

ડિલક્સ રૂમ નોન / એસી  

જે રીતે અમે જાણીએ છીએ કે તમારામાંથી અમુક લોકો એર કંડિશનર્સ પસંદ નથી કરતા આથી અહીંયા ડિલક્સ નોન / એસી રૂમની પણ ઉત્તમ કાળજી સાથે રચના કરવામાં આવી છે.
તમારી યાત્રા દરમિયાન તમે સંપૂર્ણ સંતોષ પ્રાપ્ત કરો એવી સુવિધાઓથી આ સજ્જ છે. એની જમીનથી લઈને રાચરચીલું, બધું જ તમને એશોઆરામનો અનુભવ કરાવે એ રીતે રચના કરવામાં આવી છે.
(આ રૂમમાંથી તમે સ્વિમિંગ પૂલ જોઈ શકો છો. )

non ac roomsnon ac rooms

વૅલી વ્યૂ રેસ્ટોરન્ટ - મનપસંદ ફૂડ જંકશન  

જે રીતે તમે અમારા પૂજ્ય અતિથિ છો, અમારું કર્તવ્ય છે કે તમે જ્યારે જમતા હો ત્યારે તમને સુખાકારીનો અનુભવ કરાવીએ.
ખૂબ જ સુંદર, શાંતિપૂર્ણ અને આરામદાયક પરિસર સાથે અમે ભારતીય અને કોન્ટિનેન્ટલના વિવિધ ઉમદા ખોરાક પ્રદાન કરીએ છીએ.
તમને અહીંયા ગુજરાત અને પંજાબની વિવિધ વાનગીઓમાં અમારી ભરપૂર વિશિષ્ટતા અને સ્વાદિષ્ટ વાનીઓ મળશે. વધુમાં તમને જો તમારું ખાવાનું તમારા રૂમમાં જોઈતું હશે તો અમે એ સેવા પણ આપીશું. આથી ખાવો, પીવો અને આનંદ કરો!

restaurant

 

પરિષદો અને બેઠકો (કોન્ફરન્સિસ અને મિટિંગ્સ) તમારો વ્યાપાર પ્રથમ આવે છે.

 

અમારી પાસે બિઝનેસ ક્લાયંટો માટે વિશેષ વ્યવસ્થા છે. ૧૮૦ જેટલા લોકો બેસી શકે એવી સહજ ક્ષમતા સાથેની સુવિધા ધરાવીએ છીએ.
યોગ્ય રીતે કરેલી રચના વાળો નવી રીત સાથેનો સહેલાઈથી ફેરવી શકાય એવા મંચ સાથે ૫૦ જેટલા લોકો બેસી શકે એવી ગોઠવણની સુવિધા છે જ્યાં તમે તમારી જરૂરિયાત મુજબ અંગત અને મહત્ત્વની બેઠક કરી શકો છો. કોન્ફરન્સ માટે જરૂરી સ્ટેશનરી, ટેલિફોન અને ફેક્સ મશીન, માઇક્રોફોન્સ, ઓડિયો વિઝયુલ સાધનો , ફ્લિપ ચાર્ટ્સ, ડેમો બોર્ડસ વગેરે બિઝનેસની જરૂરિયાતના સાધન પણ અમે ધરાવીએ છીએ.
સમય પર સવારનો નાસ્તો, બપોરનું જમણ, નાસ્તો, પીણાં અને રાતનું ભોજન આ બધી સેવા દર્શાવે છે કે અમે જે કહીએ છીએ એ માટે પ્રતિબદ્ધ છીએ.

conference hallconference hall big

ઇન્ડોર સ્વિમિંગ પૂલ અને રમતો (ગેમ્સ)

 

ઇન્ડોર સ્વિમિંગ પૂલ - શાંત પૂલમાં એક ડૂબકી લો !!

વૅલી વ્યૂ આરામદાયક સ્વિમિંગ પૂલની સુવિધા પ્રદાન કરે છે જ્યાં તમે આરામ પામી શકો છો અને તમારી નસોને પીડા રહિત કરી શકો છો. આ સર્વોપરી પૂલ તાપમાનને કાબૂમાં રાખે એવું પાણી ધરાવે છે. આથી, હમણાં જ કૂદી પડો અને એક આખો નવો જ અનુભવ મેળવો.
ઇન્ડોર ગેમ્સ - ટેબલ ટેનિસ,કેરમ, ચેસ અને બાળકો માટે મંત્રમુગ્ધ કરી દે એવી કોઇનથી ચાલતી વિડિયો ગેમ્સ; અમે તમારી સપના સમી રજાઓની ઇચ્છા પરિપૂર્ણ કરીએ છીએ.

 

indoor swimming poolindoor games

 

જેકુઝી સોના / સ્ટીમ / મસાજ

 

'સોના બાથ' અને સ્ટીમ બાથ જડીબુટ્ટીઓ તમારી કાયાકલ્પ કરે છે અને 'જેકુઝી' તણાવ યુક્ત સ્નાયુઓ પર પાણીની અંદર જેટ મસાજ પૂર્ણ આરામ આપે છે. એટલે હવે માત્ર, તમારી વિલક્ષણ ઇચ્છાઓને ઉત્તેજન આપો અને તમારા શરીર અને આત્માને આરામ આપો. અમારી પાસે શ્રેષ્ઠ સ્નાનાગાર છે જ્યાં તમે તમારી ઇન્દ્રિયોને તાજગી આપી શકો છો. 'સોના' સાથે એટલે કે 'મેન્થોલ સ્ટીમ' વડે ફૂલની તાજગી જેવો અનુભવ કરાવી તમારા છિદ્રોને તાજા કરી શકો છો ! 'જેકુઝી' જેટ્સ તમારા તંગ સ્નાયુઓને આરામ મળે એ રીતે પૂરતું દબાણ આપે છે. વધું શું , અમારી પાસે માલીશ કરનારાઓ છે જે તમારા આખા શરીરનું કાયા કલ્પ કરી આપશે અને તમે તરો તાજા અનુભવ કરશો!

 

steam bathjacuzzi

મૂલ્યવાન સેવા

 

અમે હંમેશાં શ્રેષ્ઠ આપવા માટે પ્રયત્ન કરીએ છીએ ખાસ કરીને ત્યારે જ્યારે તમે અમારી પાસે શ્રેષ્ઠતાની આશા રાખો છો. અમે અમારા આદરણીય મહેમાનોને અમારી ઉચ્ચતમ સેવા ધોરણો સાથે એમને શ્રેષ્ઠ સુવિધાઓ પ્રદાન કરવાની સ્વ-ખાતરી આપીએ છીએ. અમે "અતિથિ દેવો ભવ " સિદ્ધાંતને અનુસરીએ છીએ અને પ્રતિબદ્ધ રહીએ છીએ અને અમારા મહેમાનને ભગવાન સમાન ગણીએ છીએ. આથી જ્યારે અમે સેવા આપીએ છીએ ત્યારે અમે પૂર્ણ આદર સાથે સેવા આપીએ છીએ. દરરોજ રૂમ સર્વિસ, હેસ્ટિ હાઉસ કિપિંગ, કોલ કરીને ડોક્ટરની જરૂરિયાત પૂરી પાડીએ છીએ, ઘોડાસવારી, ભાડા પર કાર, સેફ દિપોઝીટ લોકર્સ, ઉપયોગી વસ્તુઓનો સ્ટોર - નાની નાની વસ્તુઓ માટે કોઈ ચિંતા નહીં.

 


કેવી રીતે મુસાફરી કરશો

રોડ મુસાફરી અત્યાર સુધીમાં શ્રેષ્ઠ છે. તે તમામ મુખ્ય રસ્તાઓ મુંબઈ, પૂના, સતારા સાથે જોડાયેલ છે.

  અંતર માર્ગ મુસાફરીનો સમય
મુંબઈ - મહાબળેશ્વર
૨૪૭ કિ.મી.
મુંબઈ - પનવેલ - પેણ - બડખલ - મ્હાડ - પોલાદપૂર - મહાબળેશ્વર
કાર - ૫ કલાક ૩૦ મિનિટ બસ - ૭ કલાક
પૂના - મહાબળેશ્વર
૧૨૦ કિ.મી.
પૂના - સિરૂર - વઈ - પંચગીની - મહાબળેશ્વર
કાર - ૨ કલાક ૩૦ મિનિટ બસ - ૩
મહાબળેશ્વર -સતારા
૫૫ કિ.મી.
મહાબળેશ્વર - મેધા - સતારા
કાર - ૧ કલાક ૩૦ મિનિટ બસ - ૨ કલાક
મહાબળેશ્વર -પંચગીની
૧૮ કિ.મી.
મહાબળેશ્વર - ગુટડ - પંચગીની
કાર - ૨૦ મિનિટ બસ - ૩૦ મિનિટ


route map

હવાઈ રસ્તે

નજીકનું એરપોર્ટ પૂના છે.

હવાઈ સેવાઓ મુંબઈ, દિલ્હી, બેંગ્લોર, હેદ્રાબાદ વગેરે સાથે જોડાયેલી છે. પૂનાથી પછી રસ્તાના માર્ગે જવાનું છે.

રેલ્વે

નજીકનું અને સગવડભર્યું રેલ્વે સ્ટેશન પૂના છે. પૂનાથી પછી રસ્તાના માર્ગે જવાનું છે.

પરિવહન

મહારાષ્ટ્ર સ્ટેટ રોડ ટ્રાન્સપોર્ટ, મહારાષ્ટ્રની દરેક મહત્ત્વની જગ્યાએ બસ ફેરવે છે .
તેઓ સાદી બસ, એશિયાડ બસ (સેમી લક્ઝરી) અને લક્ઝરી કોચીસ મુંબઈ, પૂના, સતારા, નાસિક, નાગર, સાંગલી, કોલ્હાપૂર વગેરે જગ્યાએ ફેરવે છે.

ખાનગી પરિવહન

મુંબઈ થી પૂના એસી વિડિયો કોચ બસની સેવા ઉપલબ્ધ છે. નાસિક, મુંબઈ, પૂના, ગોવા, સતારા વગેરે જગ્યાથી ટેક્સી અને ટુરિસ્ટ ટેક્સી ઉપલબ્ધ છે.


subscribe newsletter mahabaleshwar

Valley View Resort
Valley View Road, Near Market,
Mahabaleshwar412806.Maharashtra, India.
Tel.: +91-02168-260066. Fax.: +91-02168-260070

Regd.& Sales Office : Valley View Resort
325, Gemstar Commercial Complex, Kanchpada, Ramchandra Lane Extension, Off Link Road,
Malad(West),Mumbai-400 064. Maharashtra,India.
Tel.: +91-22-2888 4411; Cell : 9819917616. Fax.: +91-22-2883 6363.


© design, seo and online marketing by HotelsinMahabaleshwar.com